આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર સ્વતંત્રતા દિવસને વિશેષ બનાવવા માટે 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવી રહી છે. આજથી લોકો પોતાના ઘરો અને સંસ્થાઓ પર તિરંગો ફરકાવશે. સ્વતંત્રતા દિવસ પહેલાં આતંકીઓ દ્વારા ફરી એકવાર ટાર્ગેટ કિલિંગ કરાયું હતું. બીજી તરફ દિલ્હીમાંથી 2,000 કારતૂસો અને અન્ય વિસ્ફોટકો સાથે છ લોકો ઝડપાયા હતા. તે સિવાય યુપીમાં પણ 15 ઓગસ્ટના રોજ હુમલા કરવાના કાવતરાના ઈનપુટ્સ આવતા દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.